જામનગર : શહેરમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત બિલ્ડીંગ એકા એક સાંજના સમયે ધરાશાયી થતા ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા આઠ લોકોને બહાર નીકળવામાં આવ્યા છે. જેમાંથી ત્રણના લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચનો બચાવ થયો છે.
જર્જરીત બિલ્ડીંગ થઇ ધરાશાયી :આઘટનાની જાણ થતા જ જામનગર મહાનગરપાલિકાની ફાઈટિંગ ટીમ તાત્કાલિક ઘટના પહોંચી ગઇ હતી. અને જેસીબી મશીનના માધ્યમથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ જર્જરીત મકાનનો તમામ કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો. કાટમાળ નીચે 8 લોકો ફસાયા હતા જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકોનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ જામનગરના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.