જામનગર : જિલ્લામાં અત્યાર સુધીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જો કે, છેલ્લા 14 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તકેદારીના ભાગરૂપે ભીડભાડવાળી જગ્યાઓ પર હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.
જામનગરમાં આજથી શાકભાજીના વિક્રતાઓને ત્યાં થર્મલ સ્ક્રીનીંગ - જામનગર કોરોના ન્યૂઝ
ખોડિયાર કોલોની વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરતાં વેપારીનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે. સાથે સાથે લારીઓ પર આવતા ગ્રાહકોનું પણ થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.
જામનગરમાં આજથી શાકભાજીના વિક્રતાઓને ત્યાં થર્મલ સ્ક્રીનીંગ
અન્ય શહેરોમાં શાકભાજી વેચતા લોકોના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગઇકાલે જ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે જગ્યાએ શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તે તમામ જગ્યાઓ ઉપર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજથી અવિરતપણે થર્મલ સ્ક્રીનીંગની કામગીરી કરવામાં આવશે. સોશ્યિલ ડિસ્ટન્સ માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.