રવિએ 1લી જૂને ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં 14 દિવસની સારવાર દરમિયાન શુક્રવારે તેનું મોત નિપજ્યું હતું. રવિના પરિવારજનોએ 1લી જૂનના પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ કોઈ પ્રકારના પગલા લેવામાં ન આવતા આખરે પરિવારજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો છે.
જામનગરમાં યુવકે વ્યાજખોરોની ચુંગલમાં આવી જતા આત્મહત્યા કરી - gujaratinews
જામનગર: શહેરમાં આવેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતો યુવક વ્યાજખોરોની ચુંગલમાં આવી ગયો હતો. જેને લઈને યુવકનું આખરે મોત નિપજ્યું છે. આ 35 વર્ષિય રવિ ભોજવાણી (મૃતક યુવક) પાનનો ગલ્લો ચલાવીને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
જામનગરમાં યુવકે વ્યાજખોરોની ચુંગલમાં આવી જતા આત્મહત્યા કરી
જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો એકઠા થયા હતો અને રવિની મૃતદેહનો ઈન્કાર કરી વિરોધ કરી રહ્યા હતો. સાથે જ યુવકે સ્યુસાઇડ નોટમાં ત્રણ વ્યાજખોરના નામ પણ લખ્યા છે. આ વ્યાજખોર અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેણે ઝેરી દવા પી લીધી હતી. યુવકનું મોત થતા પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.