- જામનગરમાં મહિલા કોંગ્રેસે જાહેરમાં ચુલો સળગાવી વધતા ગેસના ભાવનો વિરોધ કર્યો
- પોલીસે કોંગ્રેસની મહિલાઓની અટકાયત કરી
- ગેસના વધતા ભાવ સામે મહિલાઓનો રોષ
જામનગર: દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. તેમાંય રાંધણગેસના ભાવમાં સતત વધારો ગૃહિણીઓ માટે માથાનો દુખાવો બન્યો છે. જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે.
શહેર મહિલા કોંગ્રેસે જાહેર રોડ પર ચૂલો સળગાવી કર્યો વિરોધ
જામનગરમાં આજે લાલબંગલા સર્કલ ખાતે 11 વાગ્યે શહેરની મહિલાઓ એકઠી થઈ હતી અને મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી તેમજ રાંધણ ગેસના વધતા ભાવને લઇ વિરોધ પ્રદર્શન કર્યું છે. જાહેર રોડ પર મહિલાઓએ રસોઈ બનાવી હતી અને સૂત્રોચ્ચાર કર્યો હતો.
પોલીસે કોંગ્રેસની મહિલાઓની અટકાયત કરી
જામનગર પોલીસ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કુલ છ જેટલી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મત માંગવા આવે છે ત્યારે તો બહેનો યાદ આવે છે. બાકી પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણગેસના ભાવમાં જે પ્રકારનો વધારો થઈ રહ્યો છે તે સામાન્ય માણસ માટે મુશ્કેલી રૂપ છે.
જામનગરમાં મહિલા કોંગ્રેસે જાહેરમાં ચુલો સળગાવી વધતા ગેસના ભાવનો કર્યો વિરોધ - કોંગ્રેસ મહિલા વિરોધ
દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. તેમાંય રાંધણગેસના ભાવમાં સતત વધારો ગૃહિણીઓ માટે માથાનો દુખાવો બન્યો છે. જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે.
cxz
Last Updated : Dec 25, 2020, 3:56 PM IST