જામનગરના રેગીંગ મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે - reaging
જામનગર: M.P. શાહ મેડિકલ કોલેજ રેગીંગ મામલે એન્ટી રેગીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મેડિકલ કોલેજના પદાધિકારીઓ અને ડેપ્યુટી કલેકટર અને ડીવાયએસપી તથા ત્રણેય યુવકોના પરિવારજનોને પણ હાજર રહ્યા હતા.
જામનગરના રેગીંગ મામલે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
M.P. શાહ મેડીકલ કોલેજ રેગીંગના મામલામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છેતથા આ અગાઉ પણ આ કોલેજમાં રેગીંગના બનાવો બન્યા છે. ત્યારે શુક્રવારે સાંજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેડિકલ ડિન દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.