- તે સમયના SPએ કહ્યું હતુ કે, જયેશ પટેલને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં હાલારનો દાઉદ બનશે
- જયેશ પટેલ વિદેશમાં બેસી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ મંડળી રચી
- જામનગર સહિત હાલાર પંથકમાં ખંડણી તેમજ જમીનો પચાવી પાડવાના અનેક ગુનાઓ તેના માથે
જામનગરઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખંડણી, જમીન પચાવી પાડવી વગેરે ગુનામાં મોસ્ટ વોન્ટેડ જયેશ પટેલ વિદેશમાં બેસી પોતાના નાપાક મનસૂબા પાડી રહ્યો છે. જો કે જામનગર પોલીસે જયેશ પટેલના 14 જેટલા સાગરીતોને ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરી રાજ્યની જુદી-જુદી જેલોમાંથી ધકેલી દીધા છે. પણ મોસ્ટ વોન્ટેડ જયેશ પટેલ હજુ પોલીસની પકડથી દૂર છે. જયેશ પટેલ વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ પાઠવવામાં આવી છે.
Dri તપાસમાં થયો ઘટસ્ફોટ
ગાંધીધામ ડી.આર.આઈ 2016થી વિદેશથી આવેલી સિગારેટ પર તપાસ કરી હતી. જો કે સિગારેટ તપાસમાં જયેશ પટેલના કારનામાનો ઘટસ્ફોટ થયો છે. બ્લેક મનીને વાઇટ મનીમાં કન્વર્ટ કરવા માટે જયેશ પટેલ અનોખો માર્ગ અપનાવી રહ્યો હતો. વિદેશી સિગારેટ મારફતે જયેશ પટેલ બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કનવર્ડ કરતો હતો અને બીજા લોકોની પચાવી પાડેલી જમીનોના પૈસા સિગારેટમાં જયેશ પટેલ લગાવતો હતો.