- ઓશવાળ સેન્ટરમાં કોરોના દર્દીઓને અપાશે સારવાર
- ડોકટરો અને મેડિકલ સ્ટાફ પણ દર્દીઓને સારવાર પુરી પાડી રહ્યા છે
- અત્યાર સુધીમાં કુલ 40 દર્દીઓ દાખલ થયા હતા
જામનગરઃ કોરોના સંક્રમણ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચતું જાય છે. સતત કોરોના પોઝિટિવ કેસનો આંક વધતાં હોસ્પિટલ્સ હાઉસફુલ થઇ રહી છે. ત્યારે ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોરોના કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને ચા-નાસ્તો, ઉકાળો દવા સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.
ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોરોના કેર સેન્ટરની સેવા શરૂ કરાઇ આ પણ વાંચોઃજામનગર મ.ન.પા.ના વિરોધ પક્ષના નેતાએ સ્વખર્ચે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું
સામાજિક સંસ્થાઓ આવી આગળ
ઓશવાળ શિક્ષણ અને રાહતસંઘ દ્વારા કોરોના મહામારીમાં કોરોના દર્દીઓ માટે કોરોના કેર સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 40 દર્દીઓ દાખલ થયા હતા. જે પૈકી 2 દર્દીને હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ કોરોના કેર સેન્ટરમાં સંસ્થા દ્વારા સવારે ચા તથા નાસ્તો તેમજ ઉકાળો બપોરે ભોજન તથા આયુષ કેપસૂલ, સાંજે ચા તેમજ રાત્રિભોજન સહિતની સુવિધા ઉપરાંત દરેક રૂમમાં નાસ લેવા માટે નોબ્યૂલાયઝર મશીન, ઓકિસજન લેવલ વધે તે માટે આયુર્વેદિક ઔષધી, રાત્રે હળદરવાળું દૂધ અને જ્યુસ સહિતની સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ દર્દીઓને વાઇફાઇ, પ્રોજેકટર સામાજીક ફિલ્મ બતાવવા સહિતની વ્યવસ્થા પણ આપવામાં આવી રહી છે.
ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોરોના કેર સેન્ટરની સેવા શરૂ કરાઇ આ પણ વાંચોઃનવસારીમાં 100 બેડની સુવિધા ધરાવતુ નમો કોવિડ કેર સેન્ટર શરૂ, સી. આર. પાટીલે કર્યું ઉદ્ધાટન
નિષ્ણાત ડોકટરોની લેવાશે સલાહ
ઓશવાળ સેન્ટરના રસોડામાં રસોઇની વ્યવસ્થા સાથે સંસ્થાના યુવા કાર્યકરો દ્વારા અને વડીલોના સહકાર સાથે આ સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. જેથી દર્દીઓને કોરોનાકાળમાં મુશ્કેલી ન પડે અને સારવાર મળી રહે તે માટે ડોકટરો અને મેડિકલ સ્ટાફ પણ દર્દીઓને સારવાર પુરી પાડી રહ્યા છે.