જામનગરમાં દોઢ વર્ષથી નવી RTO કચેરી બની શોભા ગાંઠીયા - જામનગર
જામનગરઃ શહેરના એરપોર્ટની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે RTO કચેરી બનાવવામાં આવી છે. પણ આ કચેરી છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં છે. જેને શરૂ કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યાં છે. જેની સામે તંત્ર આધુનિક સુવિધાના નામે ખોખલા દાવા કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વહીવટીતંત્ર દાવા કરી રહ્યું છે કે, લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે શહેરમાં કરોડોના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ કચેરીઓ બનાવી છે. પણ આ કચેરી શોભા ગાંઠીયા સમાન સાબિત થઈ રહી છે. કારણ કે, દોઢ વર્ષ RTOની કચેરી બનાવવામાં આવી છે. પણ તેનું લાકાર્પણ કરવામાં આવ્યું નથી. સ્થાનિકો કચેરી અંગે પ્રશ્ન કરે, ત્યારે તંત્ર આધુનિક સેવાની મૂકવાની બાકી હોવાનું કારણ બતાવી છટકી જાય છે. આવા પાયાવિહોણા દાવા છેલ્લા દોઢ વર્ષથી તંત્ર કરી રહ્યું છે. પણ તેનું પરીણામ હજુ સુધી જોવા મળ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.