- પ્રાથમિક શિક્ષણ વિભાગની કાર્યવાહી
- લંપટ આચાર્યને કરાયો ફરજ મોકૂફ
- ફરજ હાજર ના થઈ શકે તેવી કાર્યવાહી કરવા લોક માંગ
જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામની પ્રાથમિક શાળામાં નવ વર્ષની માસૂમ વિધાર્થિની સાથે અડપલા કરવા અંગેના ચકચારી પ્રકરણમાં આધેડ વયના લંપટ આચાર્ય બાબુ સંઘાણીની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં FIR દાખલ થયા બાદ જામનગર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા તેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યો છે.
લંપટ લીલા આચરનાર નાના પાંચદેવડાના આચાર્યને તાત્કાલિક અસરથી કરાયા ફરજ મોકૂફ પોક્સો એક્ટની કલમ હેઠળ ગંભીર ગુનો નોંધાયો
હલકી કક્ષાની માનસિકતા ધરાવતો બાબુ સંઘાણી સામે પોક્સો એક્ટની કલમ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હોવાથી જામનગર જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આચાર્ય સામે તાત્કાલિક અસરથી પગલા ભરવામાં આવ્યા છે અને હાલ તેને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યો છે.
ફરી ફરજ પર હાજર ન થઇ શકે તેવી લોક માંગ
જોકે તેઓએ આ લંપટ આચાર્ય સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા નરાધમો ફરીથી તે ફરજ હાજર ના થઈ શકે તેવી પ્રક્રિયા હાથ ધરવા લોક માંગ પણ ઉઠી છે.