જામનગરઃ INS વાલસુરા પોર્ટલમાંથી ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક "પાવર અને રેડિયો" કોર્સના તાલીમાર્થીઓએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 26 અઠવાડિયાની સ્પેશ્યલાઇઝેશન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 07 માર્ચ 2020ના રોજ આ કોર્સ સફળતાપૂર્વક પાસ કર્યો હતો.
ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક "પાવર અને રેડિયો" કોર્સના તાલીમાર્થીઓની પાસ આઉટ પરેડ યોજાઇ - જામનગર સમાચાર
INS વાલસુરા પોર્ટલમાંથી ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક "પાવર અને રેડિયો" કોર્સના તાલીમાર્થીઓએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 26 અઠવાડિયાની સ્પેશ્યલાઇઝેશન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 07 માર્ચ 2020ના રોજ આ કોર્સ સફળતાપૂર્વક પાસ કર્યો હતો.

ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક "પાવર અને રેડિયો"
આ કોર્સમાં ભારતીય નૌકાદળના 342 નાવિકો અને ભારતીય કોસ્ટ ગાર્ડના 13 નાવિકો, મોરેશિયસ પોલીસ દળના બે પોલીસ અધિકારી અને શ્રીલંકા તેમજ મ્યાનમારના નૌકાદળના બે–બે નાવિકોને સમાવી લેવામાં આવ્યા હતા. આ કોર્સમાં બેઝિક ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત વિષયોની ખૂબ વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. જેમાં, હેન્ડ્સ-ઓન તાલીમ પણ આવરી લેવામાં આવી હતી. તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તાલીમના અભ્યાસક્રમમાં નિયમિત શારીરિક અને આઉટડોર પ્રવૃત્તિઓ પણ સમાવી લેવામાં આવી હતી.
"પાવર અને રેડિયો" કોર્સના તાલીમાર્થીઓની પાસ આઉટ પરેડ યોજાઇ