ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં NCC કેડેટ્સના 80 યુવાઓને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપાશે - જામનગર એનસીસી કેડર

કોરોના વાઇરસના સંકટ વચ્ચે જામનગરમાં સુરક્ષાની જવાબદારી NCC કેડટ્સના 80 યુવાઓને સોંપવામાં આવશે.

Etv Bharat, Gujarati News, Jamnagar News, Jamnagar NCC
જામનગરમાં NCC કેડરના 80 યુવાઓને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપાશે

By

Published : Apr 8, 2020, 3:56 PM IST

જામનગર: વિશ્વ આખું જ્યારે કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, ત્યારે સંરક્ષણ મંત્રાલયના નિર્દેશાનુસાર જામનગરવાસીઓના સ્વાથ્યની સુરક્ષા હેતું NCC કેડેટ્સને શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની જાળવણી હેતુ બુધવારે એકસરસાઈઝ એન.સી.સી યોગદાન અંતર્ગત NCC બટાલીયનમાં તાલીમ આપવામાં આવી હતી.

જામનગરમાં NCC કેડરના 80 યુવાઓને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપાશે

જામનગર અને દ્વારકા જિલ્લાના નોડલ ઓફિસર 8 ગુજરાત NCC નેવલ યુનીટ કમાડીંગ ઓફીસર, લેફટનન્ટ કમાંડર ચંદ્રેશ મિતલે NCC સિનીયર વિંગના કુલ 80 બોય્સ અને ગર્લ્સ કેડેટસને શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, 1965 અને 1971ના યુધ્ધમાં પણ ભારતમાં NCCનું મહત્વનું યોગદાન રહ્યું છે. શાંતિના સમયમાં પણ કુદરતી કે માનવસર્જિત આફતીઓના સમયમાં NCCની કામગીરી ગૌરવપૂર્વક અને પ્રશંસનીય રહી છે. આ તાલીમમાં PI અને તેના સ્ટાફ દ્વારા પણ કોરોનાથી બચવા સાવધાનીના પગલાં જેવા કે, 20 સેકન્ડ સુધી હાથ ધોવા, માસ્ક પહેરવું, સ્વયંની સલામતીનું ધ્યાન રાખવું, કાયદો વ્યવસ્થા જાળવવામાં સીવીલ એડમીનીસ્ટ્રેશન કઈ રીતે મદદરૂપ થવું વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગરમાં NCC કેડેટ્સના 80 યુવાઓને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપાશે

જામનગરમાં શહેર પોલીસ સાથે ટ્રાફિક અને કાયદાની વ્યવસ્થામાં તેમજ ફૂડ પેકેટ પેકીંગ અને તેના વિતરણ જેવી કામગીરીની દેખરેખમાં NCC કેડેટસ સહભાગી બનશે. આ તાલીમમાં NCC કેડેટસને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં NCC કેડેટસને જામનગરમાં જુદા-જુદા પોલીસ વિસ્તારમાં કયાં કયાં સ્થળોએ ફરજ બજાવવાની છે અને કઈ રીતે કામગીરી કરવાની છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details