નેવી વાલસુરાના બંને કાર્યક્રમમાં શહેરભરમાં 14થી વધુ શાળાના બાળકોએ ઉત્સાહભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જ્યારે વિજેતાઓને નેવી વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર સી.રઘુરામ અને મહેમાનોના હસ્તે મોમેન્ટો અને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં નેવી વાલસુરાના અધિકારીઓ અને જવાનો પોતાના પરિવારજનો તેમજ શાળાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
નેવી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનનો કાર્યક્રમ યોજાયો
જામનગરઃ નેવી સેનાની પાખ INS વાલસુરા દ્વારા નેવી-ડેની ઉજવણીના ભાગરૂપે સતત એક મહિના સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનના કાર્યક્રમ યોજાયા હતાં.
નેવી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનનો કાર્યક્રમ યોજાયો
જ્યારે નેવીના કમાન્ડીંગ ઓફિસર દ્વારા નેવી વાલસુરા દ્વારા આયોજીત આગામી હાફ મેરેથોન દોડના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપીલ પણ મિડીયાના માધ્યમથી કરવામાં આવી હતી.