ગુજરાત

gujarat

ETV Bharat / state

ધ્રોલ મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર રોહિતને LCBએ ઉત્તર પ્રદેશથી દબોચી લીધો - ફાયરિંગ

જામનગરના ધ્રોલમાં મર્ડર કરી છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને જામનગર એલસીબીએ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.

ધ્રોલ મર્ડર કેસનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે સોનું ઉત્તરપ્રદેશથી LCB દબોચી લીધો
ધ્રોલ મર્ડર કેસનો મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે સોનું ઉત્તરપ્રદેશથી LCB દબોચી લીધો

By

Published : Oct 12, 2020, 7:42 PM IST

જામનગરઃ જિલ્લાના ધ્રોલમાં બપોરના સમયે ત્રિકોણ બાગ પાસે દિવ્યરાજસિંહ પોતાની ગાડીમાં બેસવા જઈ રહ્યા હતા, તે દરમિયાન ત્રણ શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

જો કે, દિવ્યરાજસિંહ પર ફાયરિંગ કરનારાઓમાં કારમાં આવ્યા હતા, જેમાં અનિરૂદ્ધસિંહ સોઢા અને મુસ્તાક પઠાણ નામના બે શખ્સોએ ફાયરિંગ કરી દિવ્યરાજસિંહનું મર્ડર કર્યું હતું.

ધ્રોલ મર્ડર કેસનો મુખ્ય સૂત્રધાર રોહિતને LCBએ ઉત્તર પ્રદેશથી દબોચી લીધો

દિવ્યરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સોઢા વચ્ચે ટોલનાકા મામલે અગાઉ પણ તકરાર થઇ હતી અને વચ્ચે છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે માથાકુલ ચાલી રહી હતી, તેનો વેર લેવા માટે કાવતરુ રચી અને દિવ્યરાજસિંહ પેટ્રોલ પંપની બાજુમાં પર બપોરે ફાયરિંગ કરી મર્ડર કર્યું હતું.

જો કે મર્ડર કર્યા બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રીજો આરોપી સોનું રાજ્યમાંથી ભાગી ગયાની માહિતી મળી હતી, જેથી જામનગર પોલીસે તેની તપાસ કરતા તે ઉત્તર પ્રદેશમાં હોવાની જાણકારી મળી હતી, જેથી જામનગર LCBએ ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો હતો અને LCB અને ઉત્તર પ્રદેશ પોલીસે સાથે સંયુક્ત ઓપરેશન કરી ગુનાનો મુખ્ય હોદ્દેદારો રોહિત ઉર્ફે સોનુને ઝડપી પાડયો છે. રોહિતસિંહ ઉર્ફે સોનુ રામપ્રસાદ ઠાકુરે ગુનાની કબૂલાત કરી છે અને કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ પણ આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details