ગુજરાત

gujarat

ETV Bharat / state

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સૌથી ઊંચો ભાવ બોલાયો - Gujarat News

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ બોલાયો છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે અને ઓપન હરાજી બંને રીતે હરાજીઓ થઈ રહી છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સૌથી ઊંચો ભાવ બોલાયો, જાણો કેટલો મળ્યો ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સૌથી ઊંચો ભાવ બોલાયો, જાણો કેટલો મળ્યો ભાવ

By

Published : Oct 28, 2020, 4:45 PM IST

Updated : Oct 28, 2020, 7:41 PM IST

  • રાજ્યમાં સૌથી ઉંચા ભાવે હાપા માર્કેટયાર્ડમાં મગફળી વેચાઈ
  • મગફળીની ટેકાના ભાવે અને ઓપન હરાજી પણ થઇ

જામનગરઃ જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડમાં બુધવારના રોજ મગફળીનો સૌથી ઊંચો ભાવ બોલાયો છે. જેમા હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે અને ઓપન હરાજી એમ બંને રીતે હરાજીઓ થઇ હતી.

હાપા માર્કેટિંગ યાર્ડમાંઉંચી કિંમતે મગફળી વેચાઈ

ઓપન હરાજીમાં 20 કિલોનો ભાવ રૂપિયા 1480 જેટલો બોલાયો હતો અને મંગળવારના રોજ 1450ની કિંમતે મગફળી વેચાઈ હતી.

ખેડૂતોની પહેલી પસંદ ઓપન હરાજી
હાપા માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુ વિસ્તારના ખેડૂતો મોટીસંખ્યામાં મગફળી લઈને આવી રહ્યા છે અને તેઓ ઓપન હરાજીમાં મોટાભાગની મગફળી વેચી રહ્યા છે. કારણ કે, ટેકાના ભાવે મગફળી વેચવામાં ભાવ ઓછો મળે છે. જેના કારણે ખેડૂતોની પહેલી પસંદ ઓપન હરાજી બની છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સૌથી ઊંચો ભાવ બોલાયો
રાજ્ય બહારના વેપારીઓ ખરીદી રહ્યા છે મગફળીહાપા માર્કેટિંગ યાર્ડમાં તામિલનાડુ તેમજ અન્ય રાજ્યના વેપારીઓ મગફળી ખરીદી કરવા માટે આવી રહ્યા છે. અન્ય રાજ્યના વેપારીઓ મોટી સંખ્યામાં મગફળીનો જથ્થો એકઠો કરી રહ્યા છે. જેના કારણે મગફળીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

હાપા માર્કેટિંગ યાર્ડ સોમવારથી ધમધમતું થયું છે અહીં હાલાર પંથકના ખેડૂતો મગફળી લઈને આવી રહ્યા છે. ત્યારે સારા ભાવ મળતાં ખેડૂતો પણ ખુશ થયા છે એ મહત્વનું છે. યાર્ડમાં ઓપન હરાજી થઈ હતી તેમાં પણ 1450 રૂપિયાની કિંમતે મગફળી વહેચાઇ હતી.

Last Updated : Oct 28, 2020, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details