જામનગરઃ લોકડાઉનની વચ્ચે કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દૂરપયોગ કરીને લોકોને ભ્રમિત કરવાનો અને તેમની ધાર્મિક લાગણીને અહિત કરી રહ્યાં છે. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી આરોપી અટકાયત કરી હતી.
જામનગરઃ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સામે નોંધાઈ પહેલી ફરિયાદ - latest news of corona virus
જામનગરમાં લોકડાઉનની વચ્ચે કેટલાંક અસમાજિક તત્વો કોરોના વાઈરસની અફવાઓ ફેલાવી રહ્યાંં છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે પોલીસે લોકહિતને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી હાથ ધરી છે.
Etc bharat gujarat jamngar
જામનગરમાં કોરોના વાઈરસના અનુંસાને હિન્દુ-મુસલમાન વચ્ચે તણાવ ઉભો થયા તેવા મેસેજ કરતો હતો. તેમજ લોકોના ગેરમાર્ગે દોરીને બે કોમ વચ્ચે હિંસા પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જેના પગલે તેના વિરુદ્ધ જામનગર જિલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોબાઈલ ચેક કરતાં 51 વર્ષીય જયંતિગીરી ગૌસ્વામી અને નકુમ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.