જામનગર : વિશ્વ સહિત દેશ આજે કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે. આ વચ્ચે દેશમાં કેટલાક વિદેશી નાગરીકો ફસાયેલા છે જેની વ્હારે સરકાર આવતી હોય છે, ત્યારે આ વચ્ચે જિલ્લામાં ફસાયેલા લંડનના નાગરિકને અમદાવાદ ખાતે રવાના કરાયા હતા, ત્યારબાદ લંડની સીધા ફ્લાઇટ મારફતે મોકલશે.
જામનગરમાં ફસાયેલા લંડનના નાગરીકોને વતન પરત મોકલવાની કવાયત શરૂ - લંડન
દેશભરમાં કોરોના વાઇરસના પગલે લોકડાઉન છે, ત્યારે આ વચ્ચે વિદેશથી આવી અને દેશમાં ફસાયેલા નાગરીકને સરકાર મદદ કરવા માટટે આગળ આવતી હોય છે. તેવી જ રીતે જિલ્લામાં ફસાયેલા લંડનના નાગરીકોને અમદાવાદ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. જ્યાંથી ફ્લાઇટ દ્વારા લંડન ખાતે રવાના થશે.
લંડનના નાગરીકોને વતન પરત મોકલવાની કવાયત શરૂ
મહત્વનું છે કે ભારત સરકાર અને યુરોપીય દેશ વચ્ચે થયેલી સમજુતી બાદ નાગરિકોને પોતાના દેશ પરત મોકલાયા હતા.