ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર રોગચાળાની ઝપેટમાં આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું - જામનગર આરોગ્ય વિભાગ

જામનગરઃ જિલ્લાના કાલાવડમાં એક ગામમાં સણસોરા ગામે તાવના 25 કેસ નોંધા હોવાનો અહેવાલ જિલ્લા પંચાયતને મળ્યો હતો. જેના પગલે તંત્ર આરોગ્યલક્ષી પગલાં લેવા માટે મજબૂર થયું છે. વરસાદ બાદ જિલ્લામાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેના કારણે ઠેર-ઠેર લોકો બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. છતાં આરોગ્ય તંત્ર આરોગ્યલક્ષી કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. પરંતુ હવે કથડતાં આરોગ્યની અહેવાલ જિલ્લા પંચાયતમાં જતાં તંત્રને કામગીરી કરવાની ફરજ પડી છે.

જામનગર રોગચાળાની ઝપેટમાં આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

By

Published : Oct 22, 2019, 5:06 AM IST

Updated : Oct 22, 2019, 5:36 AM IST

જામનગર જિલ્લા પંચાયતના હેલ્થ કમિટીના ચેરમેન અરવિંદભાઈ ગામમાં વધતાં રોગચાળાનો અહેવાલ મળ્યો હતો. જેમાં 25 દર્દીઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં હોવાની જાણકારી હતી. ત્યારબાદ અરવિંદભાઈએ તાત્કાલિક ધોરણે આરોગ્યની ટીમ લઈ ગામમાં પહોંચ્યાં હતાં અને રોગચાળાને નાથવાની કામગીરી હાથ ધરી હતી.

આરોગ્યની ટીમે લોકોના ઘરોમાં જઈ ડેન્ગ્યુની તપાસ કરી હતી અને તાવના દર્દીઓનું મેડીકલ ચેકઅપ કર્યુ હતું. સાથે વિવિધ મેડીકલ ટેસ્ટ પણ કરાયા હતા. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવને નષ્ટ કરાયો હતો. ત્યારબાદ ગ્રામજનોને સારવાર અર્થે પૂરતી સુવિધા મળી રહે તે માટેના નક્કર આયોજન પણ આ સાથે જ કરવામાં આવ્યું હતું.

જામનગર રોગચાળાની ઝપેટમાં આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

આમ, દર્દીઓની માહિતી મળતાં આરોગ્ય સમિતિના ચેરમેને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની 25 લોકોની ટીમ સણોસરા ગામે આવી પહોંચી હતી. ગામમાં તાત્કાલિક ધોરણે ડૉક્ટરો આરોગ્યલક્ષી કાર્ય હાથ ધર્યુ હતું. ત્યારબાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Last Updated : Oct 22, 2019, 5:36 AM IST

ABOUT THE AUTHOR

...view details