જામનગર:જિલ્લા પોલીસને 26 લાખનો વિદેશી દારૂને જપ્ત કરવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, ધ્રોલ પોલીસેે રાજકોટ હાઇવે પર ચેકિંગ દરમિયાન એક ટ્રકની તપાસ હાથ ધરાઈ હતી. જેમાંથી વિદેશી દારૂ નંગ 5316 કિંમત રૂપિયા 18,60,600 સહિત 26, 77, 500નો મુદ્દામાલ સ્થાનિક પોલીસે જપ્ત કર્યો છે.
જામનગરની ધ્રોલ પોલીસે અધધ...વિદેશી દારૂ ઝડપ્યો - સ્થાનિક પોલીસ
રાજ્ય સરકાર ચોપડે દારૂ વહેંચાતો નથી તેવા બણગા ફુંકી રહી છે, ત્યારે આ જ બહાના બાજી વચ્ચે જામનગર જિલ્લામાંથી 26 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.
ધ્રોલ પોલીસે અધધ... વિદેશી દારૂ ઝડપ્યો
આ સમગ્ર બનાવને પગલે પોલીસે ક્યાંથી દારૂ આવ્યો અને કોને ઇશારે અહીં સુધી પહોંચ્યો તેને લઇને તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.