જામનગર: એક બાજુ શિક્ષણ મોંઘુ થતું હોવાનું વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે, તો બીજી બાજુ સરકારી શાળાઓમાં ગુણવત્તા ન હોવાના કારણે બાળકોને વાલીઓ ભણવા માટે મુકતા નથી. ખાસ કરીને ખાનગી શાળામાં સારી ફેસીલીટી તેમજ સારો સ્ટાફ અને સારું શિક્ષણ હોવાની વાલીઓના માનસ પર છાપ જોવા મળી રહી છે. જો કે, જામનગર જિલ્લામાં ધોરણ 1થી ધોરણ 8ના 1,414 વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં અભ્યાસ માટે એડમિશન લીધું છે. જે એક સરકારી શાળા માટે સારી નિશાની કહી શકાય છે.
આમ પણ વાલીઓ પોતાના બાળકોના સારા અભ્યાસ માટે લાખો રૂપિયાની ફી ખાનગી શાળાઓમાં ભરતા હોય છે, તેમ છતાં પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ આવે ત્યારે વાલીઓનું મનોબળ તુંટતું જોવા મળે છે. વિદ્યાર્થીની મહેનત પ્રમાણે તેમને ફળ ન મળતું હોવાની રાવો પણ ઉઠી રહી છે.
જામનગર જિલ્લામાં અનેક ખાનગી શાળાઓ આવેલી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં બાળકોએ સરકારી શાળામાં એડમિશન લીઘું એ સરકારી શાળામાં પણ ઉત્તમ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હોવાનું જ્વલંત ઉદાહરણ છે. એક સમય હતો જ્યારે જામનગર જિલ્લાના વાલીઓમાં ખાનગી શાળા પ્રત્યે એક ક્રેઝ જોવા મળતો હતો. જો કે, હવે આ ક્રેઝ ઓસરતો જોવા મળી રહ્યો છે.
ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. એન. દવેએ જણાવ્યું કે, સરકારી શાળામાં પણ બાળકોને સારામાં સારો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં એડમિશન લઈ રહ્યા છે.
સરકારી શાળામાં સારા શિક્ષકો છે અને સારી ફેસીલીટી છે. તેમ જ ઓનલાઇનથી લઇને કોમ્પ્યુટર સુધીનું સરકારી શાળામાં શિક્ષણ આપવામાં આવે છે. જેના કારણે વાલીઓનું માનસિકતા બદલાઈ છે. ખાનગી શાળા તરફ જે વાલીઓનો ઝુકાવ હતો, તે હવે સરકારી સ્કૂલો તરફ જોવા મળી રહ્યો છે. જે એક શિક્ષણ જગત માટે સારી નિશાની કહી શકાય.
અન્ય જિલ્લામાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા અહેવાલ
પોરબંદરમાં ખાનગી શાળાને બાય બાય, 25 વિદ્યાર્થીએ સરકારી સીમ શાળામાં લીધુ એડમિશન