ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરને ગ્રીનસીટી બનાવવા કમિશનરે યોજી બેઠક - Gujarati News

જામનગરઃ જિલ્લામાં દિવસેને દિવસે વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. જે ચિંતાનો વિષય છે. શુક્રવારના રોજ જામનગરમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ગ્રીન સીટી બનાવવા માટે મહાનગરપાલિકામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે કમિશનરે યોજી બેઠક

By

Published : May 17, 2019, 10:04 AM IST

જામનગરમાં વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસામાં વૃક્ષારોપણ માટે વિવિધ એક્શન લેવામાં આવશે. હાલ જામનગરમાં વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી છે. જેના કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. જામનગર શહેરમાં હાલ 10 વ્યક્તિએ એક વૃક્ષ છે. આમ તો દર ચોમાસા દરમિયાન જામનગરમાં વૃક્ષોનું રોપાણ કરવામાં આવે છે, પરંતુ યોગ્ય આયોજન તેમજ માવજતના અભાવે મોટાભાગના વૃક્ષો બાળ મૃત્યુ પામે છે.

જામનગરને ગ્રીનસીટી બનાવવા કમિશનરે યોજી બેઠક
જામનગર બાજુમાં મહાકાય રિફાઇનરી પણ આવેલી છે. આ રિફાઈનરીઓ દ્વારા પણ પ્રદૂષણ વધી રહ્યું છે. જો કે, ગ્લોબલ વોર્મિંગના કારણે જામનગરના વાતાવરણમાં પણ ફેરફાર સતત જોવા મળી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા ખાતે શુક્રવારે રોજ મળેલી બેઠકમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એક વૃક્ષ ઉછેર વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને જામનગરમાં જેમ બને તેમ વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તે માટેની જહેમત ઉઠાવી છે. જામનગરને ગ્રીનસીટી બનાવવા માટે સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે મહાનગરપાલિકાએ પણ યોગ્ય આયોજન કરી તમામ વૃક્ષોનો પદ્ધતિસર ઉછેર કરવો જરૂરી બન્યો છે.
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા ETV Bharat દ્વારા ભારતમાં ઝાડ વિનાનું જામનગર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આમ તો દર વર્ષે કરોડોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થાય છે, પરંતુ આ આંકડો માત્ર કાગળ પર જોવા મળે છે અને વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

ABOUT THE AUTHOR

...view details