જામનગર : શહેરમાં દિનપ્રતિદિન કોરોના બેકાબુ બનતો જાય છે. રોજ 120 થી150 પોઝિટિવ કેસ જિલ્લામાં નોંધાઇ રહ્યા છે. અનેક લોકો કોરોનાથી મોતને ભેટ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર એસ.રવિશકર અને મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલે શહેરમાં વિવિધ જગ્યાએ વિઝીટ કરી લોકો પાસે સહયોગ માંગ્યો છે. જેમાં લોકો 15 દિવસ માટે માસ્ક ફરજીયાત પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે સહયોગ માંગ્યો છે.
જામનગરના કલેકટરે કોરોના સંદર્ભે 15 દિવસ માટે લોકો પાસે સહયોગ માંગ્યો - Jamnagar District Collector S. Ravishkar
જામનગરમાં દિનપ્રતિદિન કોરોના બેકાબુ બનતો જાય છે. જિલ્લામાં રોજ 120 થી150 પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. અનેક લોકો કોરોનાથી મોતને ભેટ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર એસ.રવિશકર અને મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલે શહેરમાં વિવિધ જગ્યાએ વિઝીટ કરી 15 દિવસ માટે લોકો માસ્ક ફરજીયાત પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે સહયોગ માંગ્યો છે.
જેમાં જિલ્લા કલેકટર અને કમિશનર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધન્વંતરી રથની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જે જગ્યાએ લોકોની ભીડ વધુ થતી હોય છે, ત્યાં જઈને કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક ફરજિયાત પહેરે. જિલ્લા કલેકટર રવિશંકર અને મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ સવારે 11 વાગ્યે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિઝીટ માટે નીકળ્યા હતા. તેમણે જિલ્લા કલેકટર કચેરીથી લઇને વિવિધ સ્કૂલો તેમજ જે ભીડભાડવાળી જગ્યાઓ તેમજ ધનવંતરી રથની હાલની જે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે તે તમામ સ્થળોની વિઝીટ લઇ સમગ્ર કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આ સાથે લોકોને પણ અપીલ કરી હતી કે, 15 દિવસ માટે તમે સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને માસ્ક પહેરવાની ભલામણ કરી હતી.
આમ જામનગર જિલ્લામાં કોરોનાનું લોકલ સંક્રમણ શરૂ થતા અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. તેમજ રોજબરોજ પોઝિટિવ કેસનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.