ગુજરાત

gujarat

ETV Bharat / state

અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાના નામે ઠગાઈ કરનારી ત્રિપુટી ઝડપાઈ - gujaratinews

જામનગર: અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાના નામ પર ત્રણ ઈસમો દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા ગાય માટે ફાળો ઉઘરાવવાના નામે પૈસા પડાવવાનું કારસ્તાન કરતા હતાં. જેનો ભાંડો ફૂટતા આ ત્રણેય ઈસમોની અટકાયત કરવામાં આવી છે.

અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાના નામે ઠગાઈ કરનાર ત્રિપુટી ઝડપાઈ

By

Published : Jul 14, 2019, 12:40 PM IST

જામનગર શહેરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ત્યારે ગાય માટે ખાસ ફાળો ઉઘરાવવા માટે લોકો આવતા હોય છે. ત્યારે ત્રણ ઈસમોએ ગાયના નામ પર ઉઘરાણું કરીને પૈસા પડાવવાનું કારસ્તાન ઘડ્યું હતું. આ અગાઉ તેઓએ એક વેપારી પાસેથી 1 હજાર રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું. જ્યારે બીજા અન્ય વેપારી પાસે પૈસા ઉઘરાવવા માટે જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ આ ત્રણેય ઈસમો સામે સીટી બી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નામ પર આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કાંધલ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details