- જામનગર કોવિડ હોસ્પિટલની ઘટનાના પડઘા પડ્યા કેબિને બેઠકમાં
- છેડતી અને અભદ્ર માંગણી બાબતે થઈ કેબિનેટમાં ચર્ચા
- રાજ્ય સરકારે જામનગર કલેક્ટર અને આરોગ્ય કમિશ્નરને આપી સૂચના
- રાજ્ય સરકારે 3 સભ્યની કમિટી પણ રચી
- જામનગરની જી.જી.હોસ્પિટલ(GG Hospital)માં છેડતીની ઘટના
ગાંધીનગર: કોરોનાના કપરા કાળમાં ડૉક્ટર બાદ સ્ટાફ નર્સ અને વર્ગ-2 તથા ત્રણના કર્મચારીઓની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે જામનગરની હોસ્પિટલમાં એક ઘટના બની કે, તે ઘટનાના પડઘા આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે સમગ્ર મામલે જામનગર કલેક્ટર અને આરોગ્ય કમિશનરને સુચના આપીને તાત્કાલિક પગલાં ભરવાની વાત કરી છે અને ત્રણ સભ્યોની કમિટી રચીને તપાસની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ વૃદ્ધે બાળકી સાથે છેડતી કરવાનો મામલો આવ્યો સામે, પોલીસે કરી આરોપીની ધરપકડ
શું હતી સમગ્ર ઘટના ?
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જામનગરની જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતી યુવતીઓ સાથે સુપરવાઇઝર દ્વારા ફિઝિકલ રિલેશનમાં રહેવા અંગેના દબાણ કરવા હોવાના આક્ષેપ યુવતીઓ દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે અવારનવાર ચેકિંગ કરવાના બહાને સુપરવાઇઝર દ્વારા શારીરિક અડપલા કરવાની ફરિયાદ અને આક્ષેપ પણ યુવતીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, ત્યારે આ સમગ્ર મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે અને તેમાં રાજ્ય સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે.
આ પણ વાંચોઃકારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ