ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો - Panchkoshi Division Police

જામનગર કાલાવડ હાઈવે પરથી વિજરખી ગામે થયેલી ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડી પોણાલાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ હેડકોન્સ્ટેબલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિજરખી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
વિજરખી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

By

Published : Dec 29, 2020, 5:26 PM IST

  • વિજરખી ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
  • હોટેલ સંચાલકના ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીની ઘટના સામે આવી
  • પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

જામનગરઃ પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના અને માર્ગદર્શન મુજબ સીટી A ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા મિલકત સબંધી અને ડિટેકટ ગુના શોધી કાઢવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસ હેડકોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જામનગર કાલાવડ હાઈવે પરથી વિજરખી ગામે થયેલી ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડી પોણાલાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અનડિટેકટ ગુના શોધી કાઢવા માટે પેટ્રોલિંગ હાથ ધરાયું

પંચકોશી A ડીવીઝન પોલીસ દ્વારા મિલકત સબંધી અનડિટેકટ ગુના શોધી કાઢવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન જામનગર કાલાવડ હાઈવે પર આવેલા અલીયાબાડા ગામના પાટિયા પાસેથી કનુભા ભીખુભા કેર અને વિજરખી ગામના શખ્સના કબ્જા માંથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ જેની કુલ કિંમત રૂપિયા 78,905 સાથે આરોપીને પકડી પાડી કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રીપોર્ટ આવ્યા બાદ વિધિવત રીતે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details