લાલપુરના નવાણીયા ગામની સીમમાંથી એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. જેની કોઈએ પોલીસને જાણ કરતા મેઘપર પોલીસ તથા એલસીબીનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
લાલપુરના નવાણીયા ગામની સીમમા મહિલાનો મળી આવ્યો મૃતદેહ - Jamnagar NewsNew village of Lalpur taluka
જામનગર: લાલપુર તાલુકાના નવાણીયા ગામની સીમમાંથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતી. પોલીસે તપાસ બાદ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
લાલપુરના નવાણીયા ગામની સીમમા મહિલાનો મળી આવ્યો મૃતદેહ
નવાણીયા ગામની સીમમાં રહેતા નાનકીબેન કનવરભાઈ તડવી નામના 27 વર્ષના એક પરિણીતાનો મૃતદેહ તેમના ઘરથી થોડે દૂર પડ્યો હોવાની પોલીસને જાણ થતા મેઘપર પોલીસનો કાફલો તથા જામનગરથી LCBનો સ્ટાફ બનાવના સ્થળે જવા રવાના થયો હતો. આ પરિણીતાનો મૃતદેહ ખાટલા પર પડ્યો હતો. તેના ચહેરાના ભાગે કોઈ તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળી રહ્યા હતા.