ગુજરાત

gujarat

ETV Bharat / state

21 વર્ષીય યુવકના 15 વર્ષીય સગીરા સાથે થવાના હતા લગ્ન, જાણો પછી શું થયું... - The 21-year-old was to marry 15-year-old girl

દેશમાં હાલ પણ કુરિવાજો બંધ થવાનું નામ નથી લેતા. જામનગરમાં આવેલા બાવરી વાસમાં એક 21 વર્ષીય યુવક અને 15 વર્ષીય કિશોરીના લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા. બન્નેના લગ્ન થાય તે અગાઉ જ એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાતા બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે.

21 વર્ષીય યુવકના 15 વર્ષીય સગીરા સાથે થવાના હતા લગ્ન
21 વર્ષીય યુવકના 15 વર્ષીય સગીરા સાથે થવાના હતા લગ્ન

By

Published : Jun 2, 2021, 8:17 PM IST

  • જામનગરમાં બાળ લગ્નનો કિસ્સો આવ્યો સામે
  • 21 વર્ષીય યુવકના 15 વર્ષીય સગીરા સાથે થવાના હતા લગ્ન
  • તંત્રના પ્રયાસો અને જાગૃત નાગરિકની ફરિયાદથી લગ્ન અટક્યા

જામનગર: સગીર વયના બાળકોના લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જાગૃત નાગરિક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 દ્વારા અપાયેલી માહિતીના આધારે સમાજ સુરક્ષા તથા જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ શહેરના બાવરી વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં પહોંચી હતી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી આગામી 5 જૂનના રોજ યોજાનારા બાળ લગ્ન અટકાવ્યા હતા.

21 વર્ષીય યુવકના 15 વર્ષીય સગીરા સાથે થવાના હતા લગ્ન

21 વર્ષીય યુવકના 15 વર્ષીય સગીરા સાથે થઈ રહ્યા હતા લગ્ન

આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાએ જણાવ્યું હતું કે, એક જાગૃત નાગરિક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ દ્વારા જામનગર શહેરના બાવરી વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં આગામી 5 જૂનના રોજ યોજાનારા લગ્ન બાળ લગ્ન હોવા અંગેની જાણ કરાઈ હતી. જાણકારીના આધારે અમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીરભાઈ પોરેચા, પ્રોબેશન ઓફિસર મનોજભાઈ વ્યાસ, લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણ, ચાઈલ્ડ લાઈન-1098 અને પોલીસની ટીમને સાથે રાખીને બાવરી વાસ, ખાતે 1 જૂનના રોજ પહોંચ્યા હતા. ઘટના સ્થળે તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે 21 વર્ષ અને 15 વર્ષ હોવાનું જણાયું હતું. જેથી સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપીને બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યાઓ વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેમને પોતાની ભૂલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.

બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરૂદ્ધ

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ જોઇએ તો સગીર વયના યુવક યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનારા યુવક યુવતી સહિત તેમના માતાપિતા કે વાલી તેમજ મદદગારી કરનારી અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનારાઓ, વિધિમાં ભાગ લેનારાઓ, લગ્નનું સંચાલન કરનારાઓ, લગ્ન કરાવનાર બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનારા વિગેરે તમામને આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details