ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરનો 11 વર્ષીય સંગીત બાળ કલાકાર ભવ્ય કુબાવત વગાડી શકે છે સાત વાંજીત્રો

જામનગરના 11 વર્ષીય બાળકને સંગીતનો શોખ હોવાથી માત્ર 5 વર્ષની જ નાની વયથી વાંજીત્રો વગાડતા શીખ્યો હતો. અલગ-અલગ વાંજીત્રો વગાડીને અનેક જગ્યાએ પ્રર્ફોમન્સ પણ કર્યુ છે.

11 વર્ષીય સંગીત બાળ કલાકાર ભવ્ય કુબાવત વગાડી શકે છે સાત વાંજીત્રો
11 વર્ષીય સંગીત બાળ કલાકાર ભવ્ય કુબાવત વગાડી શકે છે સાત વાંજીત્રો

By

Published : Jul 29, 2021, 8:39 AM IST

  • 5 વર્ષની ઉંમરથી સંગીતના વાંજીત્રો વગાડતા શીખ્યો
  • છ વર્ષની મહેનતથી અલગ-અલગ સાત વાંજીત્રો સારી રીતે વગાડી શકે
  • લંડનની યુનિવર્સિટીમાં ટ્રીનીટી-6 લેવલની પરીક્ષા આપી

જામનગર :શહેરના 11 વર્ષીય બાળકને સંગીતનો શોખ હોવાથી નાની વયથી વાંજીત્રો વગાડતા શીખ્યો હતો. અલગ-અલગ વાંજીત્રો વગાડીને અનેક જગ્યાએ પ્રર્ફોમન્સ પણ કર્યું છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા 11 વર્ષીય ભવ્ય કુબાવત સંગીતનો બાળ કલાકાર છે. જે 5 વર્ષનો હતો ત્યારથી જ સંગીતમાં શોખ હોવાથી સંગીતના વાંજીત્રો વગાડતા શીખ્યો હતો.

આ પણ વાંચો : world music day: સુર અને સ્વરના સાધકો માટે આજે છે વિશ્વ સંગીત દિવસ

પાંચ વર્ષની ઉંમરથી જ શરૂ કરી સંગીતની સાધના

છ વર્ષની સતત મહેનતથી હાલ અલગ-અલગ સાત વાંજીત્રો સારી રીતે વગાડી શકે છે. ઢોલ, નગારા, ડ્રમ સેટ, તબલા, કહાન, ઢોલક, ઓક્રેસ્ટ્રાપેડ સહિતના વાંજીત્રોમાં અલગ-અલગ ધુન પર પોતાની કલા રજૂ કરી શકે છે. તેણે તબલા માટે કથાકાર મોરારી બાપુના તબલચી મેંહદી હસન ખાન પાસે તાલીમ મેળવી છે. તબલામાં મધ્યમાં પુર્ણની પરીક્ષા આપી છે. સાથે લંડનની યુનિવર્સિટીમાં ટ્રીનીટી-6 લેવલની પરીક્ષા આપી છે.

આ પણ વાંચો : સ્કૂલ બંધ થતા સંગીતના શિક્ષકે કોવિડ કેર સેન્ટરમાં...

ભવ્ય ગુજરાતનું નામ રોશન કરે તેવું માતા પિતાનું સપનું

ભવ્ય પાંચ વર્ષની ઉંમરથી જ સંગીતના વિવિધ સાધનો શીખવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. હાલ એક સાથે છ જેટલા સંગીતનાં ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. ભવ્યના માતા-પિતા દ્વારા સતત તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ભવ્ય જામનગર તેમજ ગુજરાતનું નામ રોશન કરે તેવું માતા પિતાનું સપનું છે.

ABOUT THE AUTHOR

...view details