મીની બસ સ્ટેશન પાસે એકઠા થયેલા ખેડૂતોએ ગત 2જી તારીખે મંજૂરી માંગી હતી. તેમ છતાં પણ ગતરાત્રે 9 વાગ્યે મંજૂરી અમાન્ય છે. તે અંગેની લેખિતમાં જાણ કરવામાં આવી હતી, રેલીની મંજૂરી શા માટે આપવામાં ન આવી તેના કોઈપણ કારણો આપવામાં આવ્યા ના હતા. કોઈ કારણ વગર મંજૂરી ના આપવામાં આવી આથી ખેડૂતો નારાજ થયા અને સરકાર પર રોષ ઠાલવ્યો હતો ખેડૂતોએ કાયદાનું રક્ષણ થાય, આચાર સંહિતાનો ભંગ પણ ન થાય અને રેલી પણ થઈ જાય એવી વ્યૂહાત્મક પધ્ધતિથી 33 ખેડૂતોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા જેમાં રેલી પણ થઈ ગઈ અને કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તેવા પ્રયત્નો ખેડૂતો દ્વારા હાથ ધરાયા હતા.
જામજોધપુરમાં ખેડૂતોની રેલી મુદ્દે આવેદન પાઠવવાની મંજૂરી ન મળી - gujarat
જામનગરઃ જામજોધપુર તાલુકાના સરપંચો દ્વારા સાથે મળી ખેડૂતોને સાથે રાખી વિસ્તારમાં આવેલ માત્ર 13 ટકાની પાકવી સામે લડતના મંડાણ કરવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકામાં પાકવીમાં ખેડૂતોને હળહળતો અન્યાય થયો છે. ખેડુતો અને સરપંચો દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો હતો
મામલતદાર ઓફીસ પહોંચતા જ પોલીસ કાફલો જાણે રાહ જોઇને જ ઉભો હોય તેમ મામલતદાર ઓફીસના કમ્પાઉન્ડમાં ખેડૂતોને પ્રવેશ કરવા દેવામાં આવ્યા નહિ આથી રોષે ભરાયેલા ખેડૂતોએ કહ્યુ કે, અમે આંતકવાદી નથી અમે દેશના ખેડૂતો છીએ અમે અમારી રજૂઆત કરવા આવ્યા હતા..તેવા નારા બોલાવી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા વગર ધોમ ધખતા તાપમાં, ગરમ ડામર રોડ પર બેસી રામધૂન બોલાવી હતી.ખેડૂત આગેવાનો દ્વારા આક્ષેપ કરવામા આવ્યા હતા કે ખેડૂત વિરોધી સરકાર અને તેના એજન્ટ સમાન કામ કરતા અધિકારીઓ ધોમધખતા તાપમાં 1 કલાક બેસાડી રાખ્યા બાદ આચાર સંહિતાને આગળ કરી 5 લોકોને આવેદનપત્ર આપવાની મંજૂરી આપવામાં આવી નથી.