ઓખા કોસ્ટગાર્ડ ટીમ દ્વારા પેટ્રોલિંગ સમયે અરબી સમુદ્ર તરફ આવી રહેલ માલ વાંહક જહાજ શંકાસ્પદ જણાતા જહાજના સાત ક્રૂ મેમ્બરો સાથે વાતચીત કરતા સંતોષકારક જવાબ ન મળતાઆ જહાજને ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું.
ઓખા કોસ્ટગાર્ડ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોટ ઝડપી પાડી
જામનગર: ઓખા કોસ્ટગાર્ડ શંકાસ્પદ જહાજ પકડી પાડ્યું છે. દુબઈ તરફથી આવતું આ જહાજ મૂળ જામનગરના જોડીયા બંદરનું યા રુકનપીર નામના જહાજમાં શંકા જતા ઓખા કોસ્ટગાર્ડ ખાતે લાવવામાં આવ્યું હતું.
મુળ જામનગર જિલ્લાના જોડિયા બંદરનું એમ .એસ. વી ,યા રુકનપીર એમ. એન. વી. 18 36 નામનું જહાજ જેમાં સાત ખલાસીઓ સફર કરી રહ્યાં હતા. દુબઈથી નીકળીને ભારત તરફ આવી રહ્યું હતું. ત્યારે ઓખા કોસ્ટગાર્ડને શંકા જતા સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું. જોકે, આ અંગે ઓખા કોસ્ટગાર્ડ કેમેરા સામે કશું કહેવાની ના પાડી હતી, પરંતુ આધારભૂત માહિતી મુજબ બે વર્ષથી દુબઈ પડી રહેલુઆ જહાજ થોડા દિવસ પહેલા દુબઇથી નીકળ્યુ હતું.
જહાજ ખાલી હતું .જહાજના ક્રુ મેબરોના જણાવ્યા અનુસાર ભારત તરફ આવી રહ્યાં. ત્યારે રસ્તામાં જહાજ બગડી જતા પાકિસ્તાની સિક્યુરીટી એજન્સી દ્વારા યાંત્રિક ખામી હોવાથી પાકિસ્તાન લઇ જવામાં આવી હતી. જ્યાં રીપેરીંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી પાકિસ્તાન દ્વારા છોડવામાં આવતાં જહાજ આવી રહ્યું હતું અને. ત્યાથી ભારત તરફ આવી રહ્યુ હતું. જે વાત ઓખા કોસ્ટગાર્ડ અને ગળેના ઉતરતા વધુ શંકા ગઈ અને ઓખા લાવી અને ગુજરાત અને ભારતની તમામ સિક્યુરિટી એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. એથી ભારત સરકારની એ.ટી.એસ., સેન્ટ્રલ આઇ.બી. અને એસ.ઓ.જી દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી જામનગર તેમજ કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. હાલ સાતે ક્રુ મેમ્બરોની પુછપરછ ચાલુ છે.