જામનગર: જિલ્લામાં સિઝનનો 200 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જામનગરમાં વરસાદના કારણે અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો છે. જામનગર જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બાળા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જામનગરના બાળા ગામમાં સર્વે શરૂ જામનગરના બાળા ગામના ખેડૂતોએ ETV ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોના ખાતામાં પૈસા ક્યારે જમા થશે.
રાજ્યમાં કોરોનાનો કહેર પણ યથાવત છે. કોરોનાકાળમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે ખેડૂતો આર્થિક ભીંસમાં મુકાયા છે. રાજ્ય સરકાર સર્વે કરી તાત્કાલિક વળતર આપે જેથી શિયાળુ પાકમાં ખેડૂતો રોકાણ કરી શકે.
જામનગરના બાળા ગામમાં સર્વે શરૂ - જામનગરના બાળા ગામમાં સર્વે શરૂ
- ભારે વરસાદથી જગતના તાતને નુકસાન
- જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ
જામનગરના બાળા ગામના ખેડૂતોનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં મગફળી, કપાસ અને તલનું વાવેતર કરવામાં આવ્યું છે. ગ્રામસેવકની હાજરીમાં બાળા ગામમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.
જામનગરના બાળા ગામમાં સર્વે શરૂ ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર જામનગર જિલ્લાના ખેડૂતોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં હાલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.