જામનગરમાં SRP ટ્રેનિંગ સેન્ટરમાં SRP જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે. શારિરીકની સાથે રોગમુક્ત રહે તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો.
જામનગરમાં SRP ટ્રેનિંગ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો - જી જી હોસ્પિટલનો ડોકટરર્સ સ્ટાફ
જામનગરઃ ચેલા ગામમાં SRP ટ્રેનિંગ સેન્ટરમાં ગુરૂવારના રોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. SRP ટ્રેનિંગ સેન્ટરમાં વસવાટ કરતા બે હજાર SRPના જવાનના પરિવારને વિના મૂલ્ય ચેકઅપ કરાયું હતુ.
ચેલા SRP ટ્રેનિંગ સેન્ટરમાં સર્વરોગ નિદાન કેમ્પનુ યોજાયો
આ કેમ્પમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો જોડાયા હતા. આ પ્રસંગે SRPના DYSP એમ. એન. પટેલ અને PSI મંગલસિંહ હાજર રહ્યા હતા. તમામ SRPના જવાનનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ જી. જી. હોસ્પિટલનો ડૉકટર્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.