ગુજરાત

gujarat

ETV Bharat / state

PSI અને ASIની ભરતીના નિયમો મનઘડત હોવાના આક્ષેપ સાથે અરજદારોનું આવેદનપત્ર - Jamnagar News

જામનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી દિવસોમાં યોજાનારી PSI- ASIની ભરતીમાં જે પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે, તેનો વિરોધ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અરજદારોમાં જોવા મળી નિરાશા
અરજદારોમાં જોવા મળી નિરાશા

By

Published : Mar 24, 2021, 5:59 PM IST

Updated : Mar 24, 2021, 6:55 PM IST

  • PSI-ASIની પહેલા ફિઝિકલ પરીક્ષા લેવાશે
  • બાદમાં લેખિત અને મૌખિક પરીક્ષા લેવાશે
  • ભરતીના નિયમોનું વિરોધ કરતું આવેદનપત્ર આપ્યું

જામનગર: રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં નવા નિયમો અમલવારી કરવામાં આવ્યા છે. જોકે PSI અને ASIની પરીક્ષામાં આ વખતે પ્રથમ ફિઝિકલ ટેસ્ટ પાસ કરવી એવો નિયમ બનાવ્યો છે કે જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:લોકરક્ષક ભરતી વિવાદને ડામવા સરકાર 2485 નવી પોસ્ટ ઉમેરશે

અરજદારોમાં જોવા મળી નિરાશા

ખાસ કરીને જે અરજદાર 25 મિનિટમાં 05 કિલોમીટર દોડી જશે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. જોકે 15 ટકા જેટલા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે. તેના કારણે અરજદારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

ભરતીના નિયમોનું વિરોધ કરતું આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો:ગુજરાત પોલીસ વિભાગની ભરતીમાં અનામતના યોગ્ય અમલ માટે માગ ઉઠી

ફિઝિકલ ટેસ્ટ પાસ કરવા માટે માત્ર 07 દિવસનો સમય આપ્યો

PSI અને ASIની પરીક્ષા આગામી દિવસોમાં યોજાનારી છે, ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે અનેે 07 એપ્રિલે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. કારણ કે ઓછો સમય આપવાના કારણે તેઓ તૈયારી નહીં કરી શકે.

Last Updated : Mar 24, 2021, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details