ગુજરાત

gujarat

ETV Bharat / state

રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાલ, જામનગરના બેંક કર્મચારીઓ શું કહી રહ્યા છે જુઓ... - jamnagar news

આજે દેશભરમાં રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાલ છે. ત્યારે જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંકના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ પડતર માગણીઓને લઇને આંદોલન તેમજ વિરોધ કરી રહ્યા હતા. જો કે કેન્દ્ર સરકાર દ્વારા બેંકના કર્મચારીઓની એક પણ માગ ન માનવામાં આવતા આખરે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ એક દિવસની સમગ્ર દેશમાં હડતાલ પાડી છે.

Bank employees
Bank employees

By

Published : Nov 26, 2020, 3:54 PM IST

  • રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાળ પર
  • ગુજરાત રાજ્યમાં 10 હજાર કરોડનું ટર્નઓવર ઠપ
  • જામનગરમાં 1500 જેટલા બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા

જામનગર: દેશભરમાં આજે ગુરૂવારના રોજ રાષ્ટ્રીયકૃત બેંકની હડતાલ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં 10 હજાર કરોડનું ટર્નઓવર ઠપ થયું છે. જામનગરમાંથી 1500 જેટલા બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. સાથે-સાથે બેંકના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.

જામનગરના બેન્ક કર્મચારીઓ શું કહી રહ્યા છે જુઓ

શા માટે કર્મચારીઓ કરી રહ્યા છે હડતાળ?

ખાસ કરીને બેંકનું જે પ્રકારે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેનો કર્મચારીઓ સતત વિરોધ કરી રહ્યા છે. બેંકોમાં છેલ્લા ઘણા સમયથી નવી ભરતી કરવામાં આવતી નથી. જેના કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. પગાર વધારો તેમજ પેન્શન સહિતના મુદ્દે પણ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details