ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં એક એવું પણ ગામ છે, જ્યાં રોટલો વરસાદની આગાહી કરે છે !

જામનગર: જિલ્લમાં આવેલા 'આમરા' ગામે છેલ્લા 400 વર્ષથી ચાલી આવતી રોટલો પધરાવવાની પરંપરા આજે પણ ચાલુ છે.એક બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ આમરા ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવે છે.

જામનગરનું એક એવું ગામ જ્યા કૂવામાં રોટલો પધરાવી વરસાદની આગાહી કરાય છે

By

Published : Jul 9, 2019, 10:05 AM IST

Updated : Jul 9, 2019, 7:30 PM IST

ત્યારે ગામના ઓધવજીભાઈ પ્રજાપતિ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આમરા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે.આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરામાં જોડતો જોવા મળી રહ્યો છે.આ વર્ષે ભમરીયા કૂવામાં નાખેલા રોટલા પરથી આમરા ગામના લોકોએ અનુમાન લગાવ્યું છે કે, વરસાદ સારો થશે અને એ પણ થોડા દિવસમાં મેઘરાજા મન મૂકી વરસે તેવી આગાહી કરવામાં આવી છે.રોટલો કૂવામાં પધરાવવા પાછળની કહાની પણ અદભુત છે વર્ષો પહેલા એક મહિલાનું બહારવટીયાઓ એ રોટલા લૂંટ્યા હતા અને બાદમાં મહિલાએ ભમ્મરિયા કૂવામાં કૂદકો મારી આપઘાત કર્યો હતો.

ગુજરાતમાં એક એવું પણ ગામ છે, જ્યાં રોટલો વરસાદની આગાહી કરે છે !

જોકે બાદમાં આમરા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું આખરે ગામલોકોએ બ્રાહ્મણો પાસે કારણ જાણ્યું હતું.ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે વર્ષો પહેલા એક મહિલાનું કુવામાં પડવાથી મોત થયું હતું અને આ મહિલાના મોત બાદ દર વર્ષે કુવામાં રોટલો પધરાવવામાં આવશે તો વરસાદની પણ આગાહી થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે. એકબાજુ આધુનિક ટેકનોલોજીથી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ જૂની પરંપરા હજુ પણ હયાત જોવા મળી રહી છે.

Last Updated : Jul 9, 2019, 7:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details