જામનગર: જામનગરમાં ભાજપના કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયાના ઘર પર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ કોર્પોરેટર ઉમરભાઈ ચમડિયાએ રાતે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બેડી વિસ્તારમાં મોડી રાત્રે પોલીસની 6 જેટલી ગાડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં કોર્પોરેટરના ઘરે પથ્થરમારો, અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ - કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયા
જામનગરમાં ભાજપના કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયાના ઘર પર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જામનગરમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટરના ઘરે પથ્થરમારો,અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
કોર્પોરેટરના ઘર પર કયા કારણોસર હુમલો કર્યો તે હજુ તપાસમાં બહાર આવશે. હાલ પોલીસે હુમલાખોરોને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.