જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદીના દાગીના સહિત 2 લાખની ચોરી - JMR
જામનગરઃ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં 2 લાખથી વધારે રકમ સોનાના દાગીના ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને FLS સહિત પોલીસ કાફલો સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

સ્પોટ ફોટો
જામનગરમાં ફરી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ખોડીયાર કોલોનીના ભીડભાડવાળા વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને રહેણાંક મકાનમાં હાથફેરો કરી નાસી છૂટ્યા છે. પોલીસે CCTVની મદદ લઇ તપાસ શરૂ કરી છે.
જામનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા