ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Crime: ચોરીના ગુનામાં પકડાતાં ઠપકો આપતાં પુત્રએ પિતાની કરી હત્યા

જામનગર શહેરમાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. હત્યા બાદ આધેડનો દીકરો અને એની પત્ની ઘરેથી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે.

55 વર્ષિય આધેડની પુત્રએ કરી ઘાતકી હત્યા
55 વર્ષિય આધેડની પુત્રએ કરી ઘાતકી હત્યા

By

Published : Feb 26, 2023, 5:12 PM IST

જામનગર શહેરમાં ચોરીના ગુનામાં પકડાતાં ઠપકો આપતાં પુત્રએ પિતાની કરી હત્યા

જામનગર: શહેરમાં ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. ગોકુલનગરમાં સાંઢીયા પુલ પાસે આવેલ સરદાર નગરમાં શેરી નંબર 7માં આધેડની હત્યા કરવામાં આવી છે. બંગાળી શંકરદાસ નામના 55 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આધેડનો દીકરો અને એની પત્ની ઘરેથી ફરાર થઈ ગયા હતા.

જામનગર શહેરમાં પુત્રએ પિતાની હત્યા કરી

પુત્રને ઠપકો આપતાં હત્યા:મળતી વિગતો અનુસાર પુત્ર ચોરીના ગુનામાં પકડાયો હતો. જેના કારણે પુત્રને ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખી પુત્ર અને તેની પત્નીએ 55 વર્ષીય આધેડની ખાટલામાં જ હત્યા કરી દીધી હતી. પિતાની હત્યા બાદ પુત્ર અને પત્ની પલાયન થઈ ગયા છે. ઘટનાની જાણ થતા સિટીસી પોલીસના પીઆઇ અને પીએસઆઇ સહિતનો કાફલો તપાસમાં લાગ્યો છે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે જિલ્લા પોલીસવાળા જણાવી રહ્યા છે કે આરોપીની પોલીસે અટકાયત કરી છે. તેમાં સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.

આ પણ વાંચો:Rajkot Crime News : રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા, દેવાદારના પુત્રનું કર્યું અપહરણ

પુત્રની અટકાયત: મૃતકની પત્નીએ જણાવ્યું કે તેઓ તેના પતિ સાથે રહેતા ન હતા અને તેના પતિ પોતાના પુત્રો સાથે સરદારનગર શેરી નંબર સાતમાં વસવાટ કરતા હતા. તેમાંના એક પુત્ર એ થોડા દિવસો પહેલા ચોરી કરી હતી અને સીટીસી પોલીસે આ પુત્રની અટકાયત કરી હતી. બાદમાં પિતાએ પુત્રને ઠપકો આપ્યો હતો અને ફરી આવી ઘટના ન બને તે માટે સમજાવ્યું હતું. જે વાત મનમાં રાખીને પુત્ર એ રાત્રિના સમયે પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ પણ વાંચો:Ahmedabad Crime News : 5 કિલો ડ્રગ્સ બનાવી શકાય તેવી ગુણવત્તાનું 500 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

કેવી રીતે બની ઘટના: જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું જણાવ્યું કે પિતાનું મર્ડર કરનાર પુત્રને સીટીસી પોલીસે દબોચી લીધો છે. પોલીસે આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. પુત્રએ ચોરી કર્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં ડખો થતો હતો. જો કે બીજા પુત્રો સાથે રહેતા હતા. જેના કારણે સમજાવટ કરી મામલો શાંત પાડતા હતા. જો કે ગઈ રાત્રે મામલો એકદમ બીચકયો હતો. કારણ કે પુત્ર અને પિતા વચ્ચે મોડી રાત સુધી બોલાચાલી થઈ હતી. આખરે બધા સુઈ ગયા ત્યારે પુત્રે પિતાની હત્યા કરી નાખી દીધી હતી. જેમાં પુત્રના પત્નીની પણ સંડોવણી હોવાની વિગતો બહાર આવી રહી છે. જામનગર સીટીસી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details