વર્ષ 2019માં કુલ પાંચ ગ્રહણ જોવા મળ્યા હતા. ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે, ત્યારે સૂર્યગ્રહણ કેમ લાગે છે, તેના પર નજર કરીએ તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવે છે, ત્યારે સૂર્યની રોશની ફીકી પડે છે. જેને આપણે કંકણાવૃત્તિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે ઓળખીએ છીએ અને આજે જે ગ્રહણ દેખાયુ હતું. તેમાં સૂર્ય 100 ટકા ઢંકાતો નથી. પરંતુ. તે વિંટી જેવો કે, બંગડી એટલે કે કંકણ જેવો નજરે પડ્યો હતો તેથી તેને કંકણાવૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ કહેવાય છે. વૈજ્ઞાનિકોએ તેને રિંગ ઓફ ફાયર નામ આપ્યુ છે. સૂર્યનો મધ્ય ભાગ જ શેડ ઝોનમાં સામેલ થાય છે. સૂર્યના બહારનો ભાગ પ્રકાશિત રહે છે. જામનગર શહેરમાં પણ આજે સૂર્યગ્રહણ જોવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આજે ૦૮:૦૪ કલાકે સૂર્યગ્રહણની શરૂઆત થઈ હતી.
કંકણાવૃત્તિ ખંડગ્રાસ સૂર્યગ્રહણની ઘટના 45 વર્ષે યોજાતી ખગોળીય ઘટના છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણની ઘટના બને છે. સૂર્ય ગ્રહણને નારી આંખે જોતા નુકશાન થાય છે. જેથી કરીને સુર્યગ્રહણને નિહાળવા માટે ખાસ કરીને સોલર ફિલ્ટર ચશ્મા અથવા ફિલ્ટરવાળા ટેલિસ્કોપથી નિહાળવુ હિતાવહ છે.