ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV ભારતના અહેવાલ બાદ સામાજીક કાર્યકર્તાએ તપાસ સમિતિ રચવાની કરી માગ - ETV Bharat Impact

જામનગરઃ જિલ્લામાં 15 દિવસમાં સાત સગર્ભા મહિલાના મોતનો રિપોર્ટ રવિવારે ETV ભારતમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇટીવી ભારતના રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને આરોગ્ય સમિતિ તથા સામાજિક કાર્યકર્તાઓએ તપાસ સમિતિ રચવાની માગ કરી છે.

ETV ભારતના અહેવાલ બાદ સામાજીક કાર્યકર્તાએ તપાસ સમિતિ રચી તપાસ કરવાની કરી માંગ

By

Published : Jun 24, 2019, 5:51 PM IST

મહત્વનું છે કે, જામનગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 9 જેટલી ગર્ભવતી મહિલાઓના મોત નિપજ્યા છે, જ્યારે છેલ્લા 15 દિવસમાં 7 મહિલાઓ અવસાન પામી છે. ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના દાવા પોકળ સાબિત થયા છે. સગર્ભા મહિલાઓને પૂરતુ પોષણ ન મળતું હોવાથી તેમજ જામનગર જિલ્લામાં આરોગ્ય વિભાગના સ્ટાફની અછત હોવાના કારણે આ પરિણામ સામે આવ્યું છે.

ETV ભારતના અહેવાલ બાદ સામાજીક કાર્યકર્તાએ તપાસ સમિતિ રચવાની કરી માગ
આરોગ્ય વિભાગ એવો દાવો કરી રહ્યું છે કે, સગર્ભા મહિલાઓને જિલ્લાના તમામ સેવા કેન્દ્ર મારફતે તપાસ અને કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને નગરના ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચતા અનેક વખત મરણ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓની પુરતી ચકાસણી તેમજ તેમને જોઈતું પોષણ આપવામાં ઉણપ રહેતી હોવાના પણ સવાલો ઉઠી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details