જામનગર: આ વર્ષે અનેક રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. બાળકો માટે ગીફ્ટવાળી રાખડી છે. ટોયઝ, પેન, પેન્સીલ, ગન સહિત 10થી 12 પેટર્નવાળી રાખડીઓ છે. એડી ડાયમન્ડની રાખડીમાં ભગવાનના સિમ્બોલ હોય છે. જેમકે ઓમ ગણપતિ સહિતની બજારમાં જોવા મળી રહી છે.
કોરોના ઇફેક્ટ: જામનગરમાં રાખડીઓની ખરીદીમાં મંદીનો માહોલ - Slowdown in the purchase of ashes
ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જે આગામી 3 ઓગષ્ટના રોજ છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ખૂબ પ્રેમથી ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે બહેન ભાઇના હાથે રક્ષા માટે અને ભાઇના લાંબા આયુષ્ય માટે રાખડી બાંધે છે. દર વર્ષે રક્ષાબંધન પર્વે નવીનતમ અને ઉત્કૃસ્ટ રાખડીઓ બજારમાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બજારોમાં વિવિધ રાખડીઓ બજારોમાં આવી ચૂકી છે. જેમાં આ વર્ષે રાખડી ખરીદીમાં મહદ અંશે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ બજારમાં રૂપિયા 10થી 2500 સુધીની રાખડીઓ વેંચાઇ રહી છે. બજારમાં વેપારીઓ દરેક વયના ભાઇઓને પસંદ પડતી રાખડીઓ રાખે છે. જેમાં સૌથી વધુ બાળકોને પસંદ પડતી રાખડીઓ પર વધુ ઘ્યાન રાખવામાં આવે છે. બાળકોની રાખડીઓમાં લીટલ સિંઘમ, છોટા ભીમની રાખડીઓની ડિમાન્ડ સૌથી વધુ છે. બાળકો ટીવી જોતા હોવાથી કાર્ટુન કેરેકટરથી તેઓ પ્રભાવીત થતા હોય છે. આથી બાળકો માટે કાર્ટુનવાળી રાખડીઓ વધુ વેંચાઇ છે. જેમાં ડોરેમોન, મોટુ પતલુ, એવેન્જર્સ, સ્પાઇડરમેન, હલક, આર્યમેન જેવા કાર્ટુન કેરેકટરનો ક્રેઝ સૌથી વધુ છે.