ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દર્દી ડિસ્ચાર્જ થયા - corona cases in jamnagar

જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી આજે કોરોનાને માત આપી વધુ છ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ 22 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દર્દી ડિસ્ચાર્જ થયા
જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દર્દી ડિસ્ચાર્જ થયા

By

Published : May 17, 2020, 12:29 PM IST

જામનગરઃ કોરોના સંક્રમણનો ભોગ બનેલા અનેક દર્દીઓને જામનગરની જી જી હોસ્પિટલમાં બનેલા કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી આજે છ દર્દીઓ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારે 22 જેટલા દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. સાજા થયેલા દર્દીઓમાં પાંચ દર્દી જામનગરના રહેવાસી છે, તો એક દર્દી દેવભૂમિ દ્વારકાના રહીશ છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દર્દી ડિસ્ચાર્જ થયા
હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી સ્વસ્થ થતા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કોઈ હોસ્પિટલમાંથી 11 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.અન્ય શહેરની સરખામણીમાં જામનગરમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી છે. તેમજ જામનગરની હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરો દ્વારા કોરોના સંક્રમણના ભોગ બનેલા દર્દીઓને ઉત્તમ સારવાર આપવામાં આવી રહી છે. જેના કારણે મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details