- આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- જામનગરના વોર્ડ નંબર 3ની પરિસ્થિતિ વિશે
- કોર્પોરેટર કરી રહ્યા છે ઉમદા કામગીરી
જામનગર : હું વોર્ડ મારી વાતમાં આજે વાત કરીશું. વોર્ડ નંબર 3 એક જામનગર શહેરનો સૌથી વિકસીત વોર્ડ છે. અહીં તમામ કોર્પોરેટર દ્વારા બેસ્ટ કામગીરી કરવામાં આવી છે.આ વોર્ડમાંથી પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ હાલના કોર્પોરેટર છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી પણ ઉમદા કામગીરી કરી રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે.
વોર્ડ નંબર 3 માં સ્થાનિક કોર્પોરેટરની સક્રિયતા અને રોડ રસ્તા ગટર તેમજ પીવાનું પાણી લોકોને સમયસર મળી રહે છે. મોટાભાગના ઘરમાં નળ મારફતે વોર્ડ નંબર 3માં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સ્થાનિકો કોર્પોરેટરની કામગીરીથી ખુશ જોવા મળી રહ્યા છે
સ્થાનિકોની ફરિયાદ ઉકેલાય છે ગણતરીની કલાકમાં
જોકે, અન્ય વોર્ડની જેમ મારા વોર્ડમાં સમસ્યા તો થતી હોય છે. પણ તમામ કોર્પોરેટર સક્રિય હોવાના કારણે મોટાભાગની સમસ્યાઓનું ગણતરીની કલાકોમાં જ નિરાકરણ લાવવામાં આવે છે. જોકે, મારા વોર્ડમાં અનેક વખત ગટરો ઊભરાવવાની સમસ્યા સર્જાય છે. પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે છે.
જામનગરનો પોશ વિસ્તાર ગણાય છે વોર્ડ નંબર 3
વોર્ડ નંબર 3 જામનગરનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે. અહીં અનેક જાતિના લોકો રહે છે. છતાં પણ આ વિસ્તારમાં લોકોના મોટા ભાગના કામો રાજકીય આગેવાનો દ્વારા તાત્કાલીક કરવામાં આવે છે.
સૌથી વધુ સ્વચ્છતા વોર્ડ નંબર 3 માં જોવા મળી