શિવરાત્રી મેળોઃ સંન્યાસીઓની સાથે અવધૂત માઈનું પણ આગવું ધાર્મિક મહત્વ, જુઓ ખાસ અહેવાલ
ભવનાથમાં હાલ મહાશિવરાત્રીનો મેળો યોજાઇ રહ્યો છે, આ મેળામાં સંન્યાસીઓનું ખાસ મહત્વ છે. એમ કહીએ તો પણ ઓછું નથી કે, આ મેળો નાગા સંન્યાસીઓનો જ છે અને તેના માટે જ યોજવામાં આવે છે, પરાતું સંન્યાસીઓની સાથે મેળામાં આવતી અવધૂત માઈનું પણ વિશેષ મહત્ત્વ જોવા મળે છે.
સંન્યાસીઓની સાથે શિવરાત્રી મેળામાં અવધૂત માઈનું પણ ધાર્મિક મહત્વ
જૂનાગઢઃ હાલ ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું છે. આ મેળામાં સમગ્ર દેશમાંથી સંન્યાસીઓ એ અલખને ઓટલે ધુણો ધખાવીને ભગવાન ભોળાનાથની પૂજા કરી છે. આ મેળામાં સંન્યાસીઓ ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ મેળાનું આયોજન સંન્યાસીઓ માટે જ થાય છે. તેમ કહીએ તો પણ જરાય ખોટું નથી, પરંતુ નાગા સંન્યાસીઓ સાથે સન્યાસી જીવન જીવતી અવધુત માઈ પણ નાગા સન્યાસી જેટલું જ મહત્ત્વ ધરાવે છે, તેમને પણ સન્યાસી માફક દીક્ષા આપીને એમના અખાડામાં સામેલ કરાઈ છે.