જ્યારે દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જામનગર આવ્યા હતા. ત્યારે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ તેમને કલમ 370 દૂર કરવાની વાત કરી હતી. જો કે, પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી 370 કલમને નાબૂદ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
370 નાબૂદ: જામનગરના જામસાહેબે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા - shatrusaliya
જામનગરઃ મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A નાબૂદ કરતા દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન મોદીના નિર્ણયને સૌ કોઈ વધાવી રહ્યા છે. જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્ય સિંહજીએ પણ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા છે.
જામનગર
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જામનગરમાં વિજય પેલેસમાં બે દિવસ રોકાયા હતા. ત્યારે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ કલમ 370 અને 35A પર વિસ્તૃત વાતચીત કરી હતી. પણ તે સમયની પરિસ્થિતિ અને સંજોગો જોઈએ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આ કલમને હટાવવામાં નિષ્ફળ નિવડ્યા હતા. જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે.