ગુજરાત

gujarat

ETV Bharat / state

Sexual Harassment Case : જામનગરમાં બે આરોપીની ધરપકડ - કોવિડ પરીક્ષણનો રિપોર્ટ નેગેટિવ

જામનગર શહેરની કોવિડ હોસ્પિટલ (Covid Hospital)ના જાતીય સતામણી (Sexual Harassment)ના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ સમિતિના આદેશ પછી કલેક્ટર રવિશંકરે (Ravi Shankar Collector Jamnagar) ત્રણ સભ્યોની સમિતિ (Committee) બનાવી હતી. સમિતિ દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ કલેકટરને સોંપાયો હતો. આ કેસ આજે સાંજે પોલીસ (Jamnagar Police) દ્વારા એલ. બી. પ્રજાપતિ અને અકબર અલી નામના બે શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધીને બન્ને શખ્સોની અટકાયત કરી હતી.

Jamnagar Police
Jamnagar Police

By

Published : Jun 23, 2021, 2:19 PM IST

  • Covid Hospitalના જાતીય સતામણીના કેસમાં ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી
  • ભોગ બનનાર એટેન્ડન્ટના નિવેદનો વીડિયો રેકોર્ડિંગ સાથે લેવામાં આવ્યા
  • બે શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધીને બન્ને શખ્સોની અટકાયત

જામનગર : શહેરની કોવિડ હોસ્પિટલ (Covid Hospital)ના જાતીય સતામણી (Sexual Harassment)ના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ સમિતિના આદેશ પછી કલેક્ટર રવિશંકરે (Ravi Shankar Collector Jamnagar) ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. આ તપાસ સમિતિના પ્રાંત અધિકારી (province officer) આસ્થા ડાંગર (astha dangar jamnagar), ASP નિતેશ પાંડયે અને ડીન નદીની દેસાઈ દ્વારા જાતીય સતામણીનો ભોગ બનનાર એટેન્ડન્ટના નિવેદનો વીડિયો રેકોર્ડિંગ (Video Recording) સાથે લેવામાં આવ્યા હતા.

HR મેનેજર એલ.બી. પ્રજાપતિ સહિતનાઓ સામે ગુન્હો નોંધવા માંગણી

નિવેદનનો પીડિતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ ચકચારી પ્રકરણમાં અનેક મહિલા સંગઠનો (women's organization)એ પીડિતોને સપોર્ટ કરીને તાત્કાલિક HR મેનેજર એલ.બી. પ્રજાપતિ સહિતનાઓ સામે ગુન્હો નોંધવા માંગણી કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ કારણસર પોલીસ (Jamnagar Police) ફરિયાદ નોંધવામાં વિલંબ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો : Sexual harassment: ETV Bharat સાથે વાત કરી જાતીય શોષણ ભોગ બનેલા એટેન્ડન્ટ્સે, ન્યાય મળશે ?

બે શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધીને બન્ને શખ્સોની અટકાયત

તપાસ દરમિયાન સમિતિ દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ કલેકટરને સોંપાયો હતો. આ ચકચારી પ્રકરણમાં આજે સાંજે પોલીસ દ્વારા એલ. બી. પ્રજાપતિ અને અકબર અલી નામના બે શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધીને બન્ને શખ્સોની અટકાયત કરી હતી. ત્યારબાદ બન્નેના કોવિડ પરિક્ષણ (Covid Report)ની કાર્યવાહી કરવામાં આવી હતી.

કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી વિવિધ પૂછપરછ કરી ધરપકડ કરાશે

કોવિડ પરીક્ષણનો રિપોર્ટ નેગેટિવ (Covid Negative Report) આવ્યા પછી વિવિધ પૂછપરછ ધરપકડ કરી હાથ ધરવામાં આવશે. અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરીને આ પ્રકરણમાં વધુ કેટલા શખ્સોની સંડોવણી છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે. જોકે આ પ્રકરણમાં વધુ શખ્સોની સંડોવણી ખુલે તેવી શક્યતા છે.

લાલ બગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા

યોન શોષણ મામલે મહિલા ન્યાયપંચ દ્વારા ગઈકાલથી જ જામનગરના લાલ બગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. છેલ્લા આઠ દિવસથી યોન શોષણ મામલે કોઇપણ જાતનો નિર્ણય લેવામાં ન આવતા આખરે યોન શોષણ પીડિતો અને મહિલાની પંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Sexual Harassment Caseમાં જામનગરમાં બે આરોપીની ધરપકડ

રિપોર્ટ સુપરત પછી પોલીસ એક્શનમાં આવી

યૌન શોષણ મામલે હજુ સુધી માત્ર બે આરોપીને જ પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય છથી સાત આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. યોન શોષણ મામલે ગઈકાલે ગૃહ વિભાગમાં રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ એક્શન (Jamnagar Police) આવી હતી. પોલીસ દ્વારા બે આરોપીઓને દબોચી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Sexual Harassment Caseમાં જામનગરમાં બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો : જામનગર કોવિડ હોસ્પિટલ કથિત જાતીય સતામણીકાંડના પડઘા ગાંધીનગરમાં પડ્યા

જાતીય સતામણીકાંડના પડઘા ગાંધીનગરમાં પડ્યા

મુખ્ય પ્રધાને કલેક્ટરને કર્યો ફોન સમગ્ર મામલે તપાસના કડક આદેશ આપ્યા છે. જો કે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીની આગેવાનીમાં કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી કૉવિડ કથિત સેક્સકાંડ મામલે કરશે તપાસ થશેે. જો કે ગૃહપ્રધાને પણ પત્રકાર પરિષદ યોજી હતી. જે યુવતીઓએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું તે યુવતીઓ ભૂગર્ભમાં હોવાથી તપાસ કમિટીની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચો : Sexual Harassment Case : ફરિયાદ નોંધવાની માગ સાથે મહિલા ન્યાય મંચ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા

જામનગર યૌન શોષણ કેસ રાજ્યકક્ષાએ ગૂંજતા તપાસ શરૂ

જી.જી. હોસ્પિટલ (G.G. Hospital) માં મહિલા કર્મચારીઓનું યૌન શોષણ (sexual harassment) થતું હોવાની લેખિતમાં અરજી થતા ચકચાર મચી હતી. જામનગર યૌન શોષણ કેસ (Jamnagar Sexual Harassment Case) રાજ્યકક્ષાએ ગૂંજતા તપાસ શરૂ કરાઈ હતી. જોકે, અત્યાર સુધી પોલીસ ફરિયાદ દાખલ ન કરવામાં આવી હોવાથી મહિલા ન્યાય મંચ (mahila nyay manch) દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે FIR નોંધવાની માગ સાથે અચોક્કસ મુદ્દતના ધરણા યોજવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details