ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - જામનગર ન્યૂઝ

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ માટે વોર્ડ નંબર 5થી 10માં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેવા સેતુ કાર્યક્રમ મેયરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં નાગરીકોને વિવિધ સરકારી સુવિધાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ સુવિધાના લાભ લેવા માટે રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

જામનગરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

By

Published : Oct 20, 2019, 7:49 AM IST

મહાનગરપાલિકા દ્વારા વિસ્તારના વોર્ડ નંબર 5, 6, 7, 8, 9 અને 10માં સમાવિષ્ટ નગરજનો માટે સેવાસેતુ કાર્યક્રમ શહેરના ટાઉનહૉલમાં યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકી, દંડક જડિબેન સરવૈયા તેમજ કોર્પોરેટર કમલાસિંહ રાજપૂત અને મેઘનાબેન હરિયા સહિતના આગેવાનો દ્વારા કરાયું હતું.

જામનગરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

મહાનગરપાલિકાની હસ્તક વિવિધ સેવાઓ જેવી કે, આધારકાર્ડની કામગીરી, પ્રોપર્ટી ટેકસ, જન્મ-મરણ તથા લગ્નનોંધણીના પ્રમાણપત્રો, મુખ્યમંત્રી એપ્રેન્ટિશીપ યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજના, રેશનકાર્ડમાં નામ ઉમેરવું રદ કરવું વગેરે યોજનાની અલગ અલગ સ્ટોલમાં સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સેવાઓનો લાભ લેવા છ વોર્ડના નગરજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉમટ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details