- જામનગરમાં બીજા તબક્કામાં વેક્સિન આપવાનું શરૂ
- આરોગ્ય કર્મીઓને આપવામાં આવી રહી છે રસી
- જીજી હોસ્પિટલમાં 24 આરોગ્ય કર્મચારીઓને અપાઇ રસી
જામનગર : સમગ્ર રાજ્યમાં મંગળવારના રોજ બીજા તબક્કામાં રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં જીજી હોસ્પિટલમાં 24 આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. જોકે, પ્રથમ તબક્કામાં હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડન્ટને રસી આપવામાં આવી હતી.
જામનગરમાં બીજા તબક્કામાં કોરોના વેક્સિનશન શરૂ આરોગ્ય કર્મચારીઓમાં રસીને લઈ જોવા મળી રહ્યો છે ઉત્સાહ
મંગળવારથી બીજા તબક્કામાં આપવાની શરૂઆત થઇ છે. ત્યારે જામનગરમાં આરોગ્ય કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ રસી લેવા માટે જીજી હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. જીજી હોસ્પિટલના ડીન નંદીની દેસાઈના જણાવ્યા અનુસાર કોરોના રસી હાલને તબક્કે લેવી અનિવાર્ય છે. ખાસ કરીને કોવિડમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ રસી પ્રથમ આપવામાં આવી રહી છે.
આરોગ્ય કર્મચારીઓમાં રસીને લઈ જોવા મળી રહ્યો છે ઉત્સાહ