- સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખમાં બદલાવ
- અચાનક કોંગ્રેસના માળખામાં બદલાવથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો
- વિધાનસભાના ઉમેદવારને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપાઇ
સાબરકાંઠા : સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખની જવાબદારી વિધાનસભાના ઉમેદવાર કમલેશ પટેલની આપવામાં આવી છે. રવિવારે કેન્દ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા આ મામલે પત્ર જાહેર કરી જામનગર શહેર તેમજ સાબરકાંઠા અને જામનગર જિલ્લા પ્રમુખ તરીકે બદલાવ કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રવિવારે થયેલા બદલાવને પગલે રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બદલાવ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે. ત્યારે રવિવારે કેન્દ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા પત્ર જાહેર કરી જામનગર શહેર તેમજ સાબરકાંઠા અને જામનગર જિલ્લાના પ્રમુખની જવાબદારીમાં બદલાવ કર્યો છે. આ અંતર્ગત ગત વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ પટેલને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ હાલમાં જિલ્લા કોંગ્રેસ તરીકે ફરજ બજાવી રહેલા મણીભાઈ પટેલને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.