ગુજરાત

gujarat

ETV Bharat / state

Russia Ukraine war: યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? - યુક્રેનમાં મેડીકલ કોલેજ

રશિયા અને યુક્રેન યુદ્ધમાં(Russia Ukraine war) ભારતરીય વિદ્યાર્થીઓ પરત આવ્યા છે. ત્યારે યુક્રેનથી પરત આવેલ જામનગરની વિદ્યાર્થિનીએ ETV Bharat સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે અહીં મેડિકલ કોલેજની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે તેમનું ભવિષ્ય હાલ ધૂંધળું હોવાનું જણાઈ રહ્યું છે.

Russia Ukraine war: યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?
Russia Ukraine war: યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?

By

Published : Mar 14, 2022, 5:43 PM IST

જામનગરઃરશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી (Russia Ukraine war) રહ્યું છે. જો કે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ સસ્તામાં થતો હોવાથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે યુક્રેન ગયા હતા. જેમાં જામનગરની હેતવી પારધી પણ ગઈ હતી. ગઈકાલે હેતવી જામનગર પરત ફરી છે. ત્યારે હેતવીએ યુક્રેનમાં યુદ્ધની સ્થિતિના અનુભવ ETV Bharat સાથે શેર કર્યા છે. ખૂબ ભયાનક સ્થિતિ છે અને ફાયરિંગના (Students returning to India from Ukraine)અવાજો સાંભળવા મળતા હતાં.

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ

વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો -જામનગરની હેતવી પારધી યુક્રેનથી પરત ફરી છે. પણ અહીં તેમના અભ્યાસને લઈને તેમના માતાપિતા ચિંતિત છે. કારણ કે અહીં મેડિકલ કોલેજની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે તેમનું ભવિષ્ય હાલ ધૂંધળું હોવાનું જણાઈ રહ્યું છે. યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ (Medical college in Ukraine)અર્થે ગયા હતા. આ તમામ વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે જોકે જ્યાં સુધી યુક્રેનમાં સ્થિતિ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો છે.

આ પણ વાંચોઃGujarat Assembly 2022: યુક્રેનથી બહાર નીકળવા માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ પણ ઉઠાવ્યો ત્રિરંગો

વાલીઓએ લાખો રૂપિયા ખર્ચી યુક્રેન મોકલ્યા હતાં -વાલીઓએ લાખો રૂપિયા ખર્ચી અને પોતાના સંતાનોને મેડિકલના અભ્યાસ અર્થે યુક્રન મોકલ્યા હતાં. હવે સરકાર પણ કોઇ જવાબદારી લેતી નથી અને અહીં મેડિકલ કોલેજની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો છે.

આ પણ વાંચોઃViral Audio Clip Rajkot: પુતિનને ફેક્સ કરનારા શાંતિલાલ મળી આવ્યાં, બોલ્યાં પુતિન અમારા દૂરના સગાં

ABOUT THE AUTHOR

...view details