ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રોડ પહોળા કરવાના કામો મંજુર

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા ગામોના 16 રોડ પહોળા કરવાના રૂપિયા 7856.37 લાખના કામો મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર,ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ પ્રધાન નિતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રોડ પહોળા કરવાના કામો મંજુર
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રોડ પહોળા કરવાના કામો મંજુર

By

Published : Jan 21, 2021, 9:14 AM IST

  • જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોડ પહોળા કરવાના કામો મંજુર
  • સાંસદ પૂનમ માડમે મોદી અને રૂપાણીનો આભાર માન્યો
  • ગ્રામ્ય વિસ્તારોના વિકાસને કેન્દ્ર સરકારે પ્રાધાન્ય આપ્યું


જામનગર : પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા ગામોના 16 રોડ પહોળા કરવાના રૂપિયા 7856.37 લાખના કામો મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર,ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ પ્રધાન નિતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના -3 અંતર્ગત બીજા તબક્કાના કામો હેઠળ જુદા જુદા ચાર વિધાનસભા વિસ્તારમા આવતા કુલ મળીને 161.19 કિલોમીટરના રોડ માટે સરકારએ 7856.37 લાખનો ખર્ચ મંજુર કરી જોબ નંબર ફાળવી આપ્યા છે.

જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં રોડને પહોળા કરવાનો સમાવેશ

આ મંજુર થયેલા કામોમા જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં એમ.ડી.આર.થી પાટણ પરડવા અમરાપર રોડ-એસ.એચ.થી સખપુર ધ્રાફા લોઇ શેઠવડાળા ભોજાબેડી વિરપુર રોડ, એસ.એચ.થી હરીપર પીપરટોડા થી જો. એસ.એચ. રોડ તેમજ ખંભાળીયા વિધાનસભા વિસ્તારના વડાલીયા સિંહણથી મહાદેવીયા રોડ,બજાણા આંબરડીથી ચોખંડા રોડ, ઘુમલી મોખાણાથી રાજપરા ધોરી માર્ગને જોડતો રોડ, ઉપરાંત કાલાવડ વિધાનસભા હેઠળના છતર મોટીવાવડી નવાગામ રોડ,બેરાજા ડુંગરાણી દેવળીયા રોડ,એસ.એચ.થી શાંતિનગર બાલંભાથી મેરાણા રોડ,લતીપર પીઠડ જશાપર રોડ ,ખારવા હમાપર જાલીયા દેવાણી રોડ અને દ્વારકા વિધાનસભા વિસ્તારના રાજપરા પોશીત્રા રોડ,ગોરીંજા જુની ધ્રેવાડ મેરીપર રોડ,એસ.એચ.થી ભાટીયા હડમતીયા જોધપુર રોડ,એસ.એચ.થી સુરચપર મોવાણા રોડને પહોળા કરવાનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓનું કામ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોની સમાંતર જ ગ્રામ્ય વિસ્તારોના વિકાસને કેન્દ્ર સરકારે પ્રાધાન્ય આપ્યુ છે. જે અંતર્ગત ગ્રામીણ સડકો વિકસાવી ગ્રામ્ય વિસ્તારોમાં આવન જાવનની સુખાકારી વધે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધતા ધંધા-રોજગાર વગેરે વધતા નાગરિકોના આવન જાવન વધતા પરિવહન સુવિધાની સાનુકુળતા માટે રોડ પહોળા કરવાની જરૂરિયાત હોવા અંગેની રજુઆતોને સરકારે મહત્વ આપી આ નોંધપાત્ર રકમના વિકાસ કાર્યો મંજુર કર્યા હોવાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે આ તકે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી , માનનીય કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહજી તોમર, ગુજરાતના માન.મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને માન.નાયબ મુખ્યપ્રધાન નિતીનભ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે બંને જિલ્લાઓના જુદા જુદા તાલુકાઓના મોટી સંખ્યાના ગામોના ગ્રામજનોને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ નવી સુવિધાઓના અભિનંદન પાઠવી પરિવહન સાનુકુળતાની શુભકામનાઓ પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details